બક્ષીબાબુ
દુનિયામાં જેટલી સ્ત્રીઓ છે એટલી લવની થિયરીઓ છે, અને જેટલા પુરુષો છે એટલી સેક્સની થિયરીઓ છે. નિષ્ફળ નવલકથાકારો અને સફળ નવલકથાકારોમાં એક બુનિયાદી ફર્ક એ છે કે નવલકથાની વાચકો અધિકાંશ સ્ત્રીઓ હોય છે અને લેખકો પુરુષો હોય છે અને સ્ત્રી-વાચકોને સેક્સમાં નહીં પણ રોમાન્સ કે લવ વિષે વાંચવામાં રસ હોય છે. જ્યારે પુરુષ નવલકથાકારો સેક્સમાં સરકી જતાં બહુ વાર લગાડતા નથી. સ્ત્રીને સેક્સની જુગુપ્સામાં રુચિ નથી, સ્ત્રીને રેશમી રોમાંસની મદ્ધિમ રોશનીમાં ખોવાતા રહેવાનું ગમે છે. ઘણાખરા પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકારોનો સ્ત્રીનો અનુભવ 13 વર્ષના છોકરાનો અનુભવ છે, અને એમનાં સ્ત્રીવર્ણનોમાં 13 વર્ષના છોકરાના હોઠ પર ફરતી જીભ જોઈ શકાય છે. પ્રસિદ્ધ થવું સહેલું છે, સિદ્ધ થવું જરા અઘરું છે. - બક્ષીબાબુ
Comments
Post a Comment